B INDIA અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી સંભાવના છે. આજે 69 નગરપાલિકામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ સાથે જ 2 જિલ્લા પંચાયત અને એક મનપામાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે.
આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં 69 નગર પાલિકા સાથે 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણીઓ થઇ શકી નથી. જેની આજે જાહેરાત થઈ શકે છે. આ સાથે જૂનાગઢ મનપાની ચૂંટણી પણ જાહેર થવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે સૌની નજર આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ પર રહેશે.