રાજ્યમાં તેજ અને ઠંડા પવનોની ગતિ ધીમી પડતા લોકોને કાતિલ ઠંડીથી છુટકારો મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઊંચકાયું છે. અને તેના કારણે જ રાજ્યમાં જુદા-જુદા સ્થાનો પર તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. સપ્તાહની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવતા સવારે અને રાતે ઠંડી તો બપોરે સાધારણ ગરમી જોવા મળી છે.
-> ક્યાં કેટલું તાપમાન? :- નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલામાં 13.5 ડિગ્રી, ભુજમાં 13.6 ડિગ્રી, પોરબંદરમાં 14.3 ડિગ્રી, કેશોદમાં 15.0 ડિગ્રી, અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 16.7 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 15.4 ડિગ્રી ડીસામાં 16.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.2 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
-> આગામી દિવસોમાં ફરી ઠંડીનો પારો ઉચકાશે :- રાજ્યમાં અત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરમાં ઠંડીમાં ઘટાડો થયો છે. જ્યારે દાતા અને ગિરનાર જેવા પહાડી વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો માહોલ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને પગલે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ ઘટયું છે. પરંતુ આગામી દિવસોમાં ફરી પાછી ઠંડીનો પારો ઉચકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બે દિવસ બાદ કાતિલ ઠંડીનો વધુ એક દોર શરૂ થશે. ઉત્તરીય ભારતમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે.
-> રાજ્યમાં અનેક વિભાગોમાં માવઠું :- હિમવર્ષાના કારણે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો ગુજરાતમાં ફરી પાછો ઠૂંઠવાતી ઠંડીનો રાઉન્ડ શરૂ કરશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહિનાના અંતમાં ભારતના ઉત્તરભાગમાં હિમવર્ષા તો દક્ષિણ ભાગમાં વરસાદ જોવા મળી શકે. ઉત્તર અને દક્ષિણમાં બદલાતા હવામાનની ગુજરાત પર પણ અસર થશે. મહિનાના અંતમાં રાજ્યમાં અનેક સ્થાનો પર માવઠું જોવા મળી શકે.