B INDIA ધાનેરા : બનાસકાંઠામાં છેલ્લાં 20 દિવસથી ધાનેરાના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ધાનેરામાં સજ્જડ બંધનું એલાન આપ્યું છે. જેમાં વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખીને લોકો જન આક્રોશ સભામાં જોડાશે.
-> જન આક્રોશ સભાનું આયોજન :- આ જન આક્રોશ સભામાં લોકોને લાવવા માટે 350 રિક્ષાઓ મફત સેવા આપશે. જેને લઈને તમામ રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા છે. જન આક્રોશ સભામાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ટ્રેકટરો લઈને ઉમટશે. તેમજ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ જોડાશે. ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ સભામાં લોકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરશે.
-> વેપારીઓની માગ પૂર્ણ કરો :- તો બીજી તરફ વેપારીઓ કહી રહ્યા છે કે, અમારે માલ સામાન સહિતના વિવિધ કામો માટે બનાસકાંઠા પાલનપુર અનુકૂળ છે જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. જો માંગ નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.