B INDIA સુરત : સુરતમાં પલસાણાના એક ગામમાં શર્મસાર કરતી ઘટના બની છે. નરાધમે બાળકીને ઉઠાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા નોકરી ગયા હતા. આ સમય દરમિયાન ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
-> બાળકી પર દુષ્કર્મ :- મળતી માહિતી મુજબ, 4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન નરાધમ આવે છે અને બાળકીને કોઈ લાલચ આપીને લઈ જાય છે. દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બાળકી રડતા-રડતા ઘરે આવે છે અને સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહે છે. બાળકીને ગુપ્તાંગ ભાગેથી લોહી પણ નીકળ્યું હતુ. અને તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કડોદરા પોલીસ, એલસીબી પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે.
પરિવારજનો તરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને કડક પૂછપરછ હાથ ધરી છે.