B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે.
દેશમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય છે.આ ગુન્હોમાં ખાસ કરીને નાબાલીક છોકરી સહિત છોકરાો પણ શિકાર બનતા હોય છે.બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ, કાનૂની સેવા સમિતિ ધંધુકા દ્વવારા પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં વિધાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ, પોક્સો વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ધંધુકાના Dysp મેડમ વાગીશા જોશી ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા વિધાર્થીનીઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પ્રાથમિક શાળાનાં બાળકોને ગુડ ટચ, બેડ ટચ વિશે જાગૃત કરાયાં હતાં. આ ઉપરાંત સોશિયલ મીડિયાના સલામત ઉપયોગની માહિતી અપાઇ હતી.