B INDIA અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા લાલ દરવાજા પાસેથી 27 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસએ ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસને બાતમી મળી હતી. જે બાદ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. વોચ રાખીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે ડ્રગ્સ પેડલર ફરઝાન શેખની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. આ આરોપી પાસેથી અગાઉ પણ પોલીસ 20 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરી ચૂકી છે. પોલીસ ડ્રગ્સ પેડલરની સાથેના બીજા આરોપીઓને પણ તપાસ કરી રહી છે.ગુજરાત એટીએસ દ્વારા આ આરોપીને ઝડપી પાડી વધુ સખત તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.