B india ગાંધીનગર : ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ભાજપે 580 ગુજરાતમાં મંડલ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. હવે સૌ કોઈની નજર ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરપાલિકા એમ કુલ 41 પ્રમુખોની નિયુક્તિ પર મીટ મંડાઇ રહી છે. જેની જાહેરાત ક્યારે થશે. તે અંગે સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિ આગામી સપ્તાહમાં થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમકે અગાઉ એવું હતું કે, 10 જાન્યુઆરી સુધીમાં ભાજપ 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના સંગઠન પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેશે. પરંતુ ભાજપના શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ ઘોંચમાં પડી હતી, એટલા માટે નિયુક્તિ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.
વિલંબ એવા માટે થયો હતો કેમ કે, સંભવિત નામો અંગે જુના પ્રમુખોને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે માટેનું મનોમંથન થતો હતો. હવે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સપ્તાહમાં નવા જિલ્લા પ્રમુખો પ્રદેશ ભાજપને જિલ્લા વાઇઝ મળી જશે. નવા જે જિલ્લા પ્રમુખો નિયુક્તિ થાય તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ ટર્મ સુધી જે સક્રિય સભ્ય હોય, 60 વર્ષની વયમર્યાદા સુધીની હોય તેમજ પક્ષના વિવિધ હોદ્દા ઉપર કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ મળે તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ મેળવશે તે નામો અંતર્ગત ભાજપે એ મંથન કર્યું છે કે, વર્તમાન ભારતીય જનતા પાસ પાર્ટી પાસે ગુજરાતમાં 162 જેટલા ધારાસભ્યોનું સંખ્યાબળ છે.
આ ઉપરાંત 25 સાંસદો પણ ગુજરાતની લોકસભા બેઠક ઉપરથી જીતેલા છે. આ તમામ સાથે પ્રત્યેક જિલ્લામાં જિલ્લા પ્રમુખો સંકલન કરી શકે ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ પક્ષના કાર્યકર્તાઓ સાથે જે તાલમેલ જાળવી શકે તેવા કાર્યકરની નિયુક્તિ પામે તે પ્રકારનું લેસન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આ નામો આગામી સપ્તામાં ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે. મહત્વનું એ પણ છે કે, આ તમામ જિલ્લા પ્રમુખોમાંથી 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકા પૈકી અંદાજે 10 જેટલા જે પ્રમુખો વર્તમાન સમયમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને રિપીટ કરવાની પણ પૂરેપૂરી સંભાવના પણ સેવામાં આવી રહી છે. બસ હવે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આશા સેવીને બેઠા છેકે ક્યારે જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે! તેમના માટે હૈયા ધારણા માટેના સમાચાર છે કે, આગામી સપ્તાહમાં જિલ્લા પ્રમુખો મળી જશે.