ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવને જગ્યા મળી નથી. બંને ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. ભારતીય ફેન્સ માટે સૌથી સારી ખબર જસપ્રીત બુમરાહની વાપસી છે. ભારતના આ સ્ટાર પેસરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહ પીઠમાં ઈજાના કારણે છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલિંગ પણ કરી શક્યો નહોતો. બુમરાહની ટીમમાં વાપસી સારા સંકેત છે. પરંતુ તેની ફિટનેસને લઈને હજુ પણ ચિંતા છે.
-> ભારતીય ટીમ કરી શકે છે 11 ફેબ્રુઆરી સુધી ફેરફાર :- ભારત પોતાની સ્ક્વોડની જાહેરાત 11 ફેબ્રુઆરીએ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમ 11 ફેબ્રુઆરી સુધી આઈસીસીને સોંપવાની છે. લાંબી રાહ બાદ ભારતીય ટીમની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ બુમરાહની ફિટનેસ પર શંકા છે. તો શું હવે ભારતીય ટીમ પોતાના સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે? જો એવું લાગશે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ નહીં થઈ શકે કે અન્ય કોઈ ખેલાડી ફિટ ન હોય તો ટીમ ઈન્ડિયા પાસે ટીમમાં ફેરફાર કરવાની હજી પણ તક છે. ભારતીય ટીમ 11 ફેબ્રુઆરી સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજા, રિઝર્વ-હર્ષિત રાણા છે.