-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે :
-> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને એક વર્ષનો બાળક સામેલ છે. SDRF એ બાકીના લાપતા લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.
-> ગંગાના જોરદાર પ્રવાહને કારણે બચાવમાં મુશ્કેલી :- રાહત અને બચાવ કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે.. કે, જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે ગુમ થયેલા લોકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં સવાર લોકો ખેતીકામ કરવા માટે ડાયરા વિસ્તારમાં જઈ રહ્યા હતા. પરંતુ નદીના મોજાએ તેમની સવારીને શોકમાં ફેરવી દીધી. ગુમ થયેલા લોકોના પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો છે. બોટ અકસ્માતમાં બચાવાયેલા લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ ગ્રામજનોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો અને બચાવ કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો. આ અકસ્માતે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.