આગામી દિવસોમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલ્વે 25 અને 26 જાન્યુઆરીના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે ખાસ ટ્રેનો ચલાવી રહી છે. આપને જણાવી દઈએ કે કોલ્ડપ્લેના કોન્સર્ટને કારણે બંને શહેરો વચ્ચે ફ્લાઇટના ભાડા આસમાને પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં બે ખાસ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે, જે લોકોને રાહત આપશે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, બંને શિયાળુ વિશેષ ટ્રેનો રેલવે બોર્ડની સૂચના અનુસાર ચલાવવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરીએ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને મુસાફરોની વધારાની ભીડ ઓછી કરવા માટે આ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે જે અને 25 જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1:00 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન અમદાવાદથી બપોરે 1.40 વાગે ઉપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 8.40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. બીજી ટ્રેન 27 જાન્યુઆરીએ રાતે 12.50 વાગે ઉપડશે. સવારે 8.30 વાગ્યે પહોંચશે. પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટ્રેનની ટિકિટ બુક માય શોના માધ્યમથી બુક કરવામાં આવી રહી છે.
ટ્રેન આ સ્ટેશનો પર ઉભી રહેશે
બોરીવલી
વાપી
ઉધના
સુરત
ભરૂચ
વડોદરા
ગેરતપુર
-> ફ્લાઇટ ભાડામાં ભારે વધારો :- કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા શહેર વચ્ચેના હવાઈ ભાડામાં વધારો થયો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલ્ડપ્લેની લોકપ્રિયતા અને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન રેલવેના ભૂતકાળના અનુભવને ધ્યાનમાં લેતા, આ બે શિયાળુ વિશેષ ટ્રેનો પણ પૂરતી નહીં હોય. આ ઉપરાંત નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે 18,19, અને 21 જાન્યુઆરીના રોજ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટ માટે, રેલ્વેએ ઉપનગરીય લોકલ ટ્રેનો બુક કરાવી છે, જે ગોરેગાંવ અને નેરુલ સ્ટેશનો વચ્ચે દોડશે. આ ટ્રેનો ફક્ત કાર્યક્રમમાં હાજરી આપનારા લોકો માટે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે સામાન્ય લોકો પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે કે નહીં.