બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો છે. સૈફ અલી ખાન પર મોડી રાત્રે તેના ઘરમાં ઘુસીને અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. બાંદ્રામાં તેમના નિવાસસ્થાને ઘુસીને કથિત રીતે છરીના ઘા માર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.જ્યારે અભિનેતા અન્ય પરિવારના સભ્યો સાથે તેમના ઘરમાં સૂતા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
-> પોલીસે તપાસ શરૂ કરી :- આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘરના તમામ સભ્યો જાગી ગયા પછી આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. અને પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે અલગ-અલગ સીસીટીવી પણ તપાસ્યા છે.
-> સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં લઈ રહ્યા સારવાર :- ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે તેને લૂંટારુઓ સાથેની ઝપાઝપીમાં છરા મારવામાં આવ્યા છે કે કંઈ બીજું હથિયાર મારવામાં આવ્યું છે તે મામલે તપાસ ચાલી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પણ આ ઘટનાની સમાંતર તપાસ કરી રહી છે.
-> કરીના અને તેના બાળકો સુરક્ષિત :- સૈફ અલી ખાન પર હુમલો કર્યા બાદ અજાણ્યો શખ્સ ફરાર છે. જો કે, અભિનેત્રી કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. પરિવારે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ઘટના બાદ આરોપી ફરાર છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પકડવામાં વ્યસ્ત છે.