કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
અમિત શાહે અંબોડમાં નવા બેરેજનું ખાતમૂહૂર્ત કર્યુ હતું. 23,467 લાખના ખર્ચે બનનાર બેરેજનુ ખાતમુહૂર્ત કર્યું છે. નવા બેરેજના નિર્માણથી આસપાસના ગામોને સીધો લાભ મળી રહ્યો છે. 8 ગામોની 1100 હેકટર ખેતીની જમીનને સીધો લાભ થશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અંબોડ મહાકાળી માતાનું મંદિર આસપાસના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે હવે સાબરમતી નદીમા બેરેજ બની રહ્યું છે. મારી રજુઆત છે કે, બેરેજને એક કિલોમીટર હજુ આગળ લઈ જવું જોઈએ, જેથી અંબોડ મંદિર પાસે એક સરસ સરોવર બની શકે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉત્તર ગુજરાત અગાઉ ડાર્ક ઝોનમાં આવતું હતું. વરસાદમા વહી જતું પાણી તળાવમાં નાખવામાં આવ્યું છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું છે.
ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજનાનો લાભ આપવામાં આવ્યું છે, હવે સાબરમતી નદીમાં 14 ડેમ બનાવવામાં આવશે.જેથી બારે મહિના સાબરમતી નદી ભરાયેલ રહેશે. ઉત્તર ગુજરાત અગાઉ ફ્લોરાઈડ વાળું પાણી પીતું હતું, હવે શુદ્ધ પાણી પીતું ઉત્તર ગુજરાત થયું છે.
અંબોડમાં નવા બેરેજનું ખાતમૂહૂર્ત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, માણસાથી અંબોડ સુધીના રસ્તા સારા છે. અંબોડમાં સુંદર ધામ બનશે. આજે નર્મદાના નીર ઘરે ઘરે પહોંચ્યા છે. ભરૂચથી ખાવડા સુધી કેનાલ પહોંચાડવાનું કામ પૂર્ણ થયુ છે. નર્મદાનું વધારાનું પાણી 9000 તળાવોમાં નાખવા શરૂ કર્યા છે. સાબરમતી 12 મહિના છલોછલ ભરેલી રહે તેવી વ્યવસ્થા કરી છે.
વધુમાં અમિત શાહે કહ્યું હતું કે, રાજ્યમાં પાંચ મીટર સુધીનાં જળસ્તર ઉંચા આવ્યા છે. જે.એસ પટેલ, હરિભાઇ પટેલ સતત ઉઘરાણી કરતા હતા. તેમના પ્રયત્નોને કારણે ઉત્તર ગુજરાતને ભેટ મળી છે. આ પાણી આપણા જીવનને બદલવાવાળું રહેશે. આ પાણી માના મંદિરને વિશાળ યાત્રાધામ બનાવશે.