B india અમદાવાદ :- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પતંગ રસિયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આ વખતની ઉત્તરાયણ માટે પવનની ગતિ અને દિશા અનુકૂળ રહેશે. સામાન્ય રીતે ગુજરાતભરમાં આકાશ ચોખ્ખું રહેશે.
ગુજરાતનું તાપમાન નોર્મલ નજીક જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના ભાગોમાં કદાચ 20 થી લઈને 22 ની આસપાસનું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. બાકીના અન્ય ભાગોમાં 25 થી લઈને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, કચ્છમાં પવનની સ્પીડ નોર્મલ કરતાં વધારે રહેશે. એટલે 14 થી લઈને 18 કિમી પ્રતિ કલાક પવનની સ્પીડ જોવા મળી શકે છે. સાથે તેમણે જણાવ્યું છે કે, પવનની સ્પીડ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે જોવા મળશે. સૌથી વધારે સ્પીડ સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતાં વધારે એટલે કે, 20 થી લઈને 22 કિમી પ્રતિ કલાક સુધીની જોવા મળી શકે છે. પવન ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે. એટલે પતંગ રસિકો માટે આ પવન સારો જોવા મળી શકે છે.