ચેમ્પિયન ટ્રોફી રમાવાને હવે માત્ર 5 અઠવાડિયાનો સમય લાગ્યો છે. 19 ફ્રેબુઆરીથી શરુ થનાર આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સતત બીજી વખત બોલિંગ એક્શનના ટેસ્ટમાં ફેલ રહ્યો છે.એટલે કે, બાંગ્લાદેશ માટે તે આ ટૂર્નામેન્ટમાં બોલિંગ કરી શકશે નહિ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, ચેન્નાઈના શ્રી રામ ચંદ્ર ટેસ્ટ ફોર સ્પોર્ટસ સાયન્સમાં શાકિબે બોલિંગ એક્શન માટે ગત્ત મહિને ટેસ્ટ આપી હતી. જેમાં તે પાસ થઈ શક્યો નહિ.
શાકિબ અલ હસન ગત્ત વર્ષ ભારત વિરુદ્ધ રમાયેલી 2 ટેસ્ટ મેચની સીરિઝ બાદ કાઉન્ટી ક્રિકેટ માટે ઈંગ્લેન્ડ ગયો હતો. તેના બોલિંગ એક્શનની ફરિયાદ પણ થઈ હતી. સાથે બોલિંગ પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો હતો. ત્યારબાદ શાકિબે પોતાની એક્શનની તપાસ માટે ઈંગ્લેન્ડમાં એક ટેસ્ટનો સામનો કર્યો હતો પરંતુ તે તેમાં અસફળ રહ્યો હતો. ત્યારબાદ તેમણે સ્વતંત્ર તપાસ માટે ભારત આવ્યો. પણ અહીં પણ તે નિષ્ફળ ગયો.આપને જણાવી દઈએ કે, બોલિંગ પરથી પ્રતિબંધ હટાવવા માટે સફળ પરીક્ષણ જરૂરી છે.
શાકિબ બોલિંગથી ટીમને યોગદાન આપી શકશે નહિ પરંતુ ધરેલું અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે બેટ્સમેન તરીકે રમવા માટે યોગ્ય છે.શાકિબ અલી પર પ્રતિબંધ લાગવાથી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તે ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે અને 247 વનડે રમી ચૂક્યો છે. આ દરમિયાન શાકિબે 7570 રન બનાવવાની સાથે 317 વિકેટ લીધી છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે,તેનાથી બાંગ્લાદેશને કેટલું નુકસાન થયું છે.