B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ ગયા છે. તો બીજી તરફ ઢોંગી બાબાઓ તાંત્રિક વિધિઓના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કેશોદના ગામ્ય પંથકમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે.
કેશોદના ગામ્ય પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાં આર્થિક સુખ શાંતિ બાબતે આરોપી સાથે તાંત્રિક વિધી કરવા વાત કરી હતી. ત્યારે બાદ આરોપીએ ગેરકાયદેસર મહિલાના ઘરમાં પ્રવેશ કરી, તાંત્રિક વિધીના નામે તાંત્રિક રણજીત પરમારે દિવો પ્રગટાવી રૂમ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહિલાને માર મારી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તેણે મારીનાખવાની ધમકી પણ આપી હતી.
દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ સરકારી દવાખાને સારવાર લીધી છે. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ આધારે પંચાળા ગામના રણજીત બધા પરમાર વિરૂધ્ધ 64 (2) 115 (2) હેંઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.