પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી. રામ ચોક ખાતે આવેલા રામ મંદિરને સુંદર રીતે ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે આસપાસના ધાર્મિક લોકો, વિવિધ ભજન મંડળો, હિન્દુ સંગઠનો અને બોડેલીના ભાવિ ભક્તો આ પ્રસંગે રામ ચોક ખાતે એકઠા થયા હતા.
સાંજે ૭:૩૦ વાગ્યે, ભગવાન શ્રી રામની સામૂહિક આરતી પછી, હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા અને આ રામ મંદિરનો પ્રથમ વર્ષનો પાટોત્સવ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ઉજવવામાં આવ્યો.