અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

B india અમદાવાદ :- ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ત્યારે અમદાવાદમાં આજે 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો CMનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025નો પ્રારંભ, 47 દેશોમાંથી 143  અને ભારતના 52 પતંગબાજોએ ભાગ લીધો

અમદાવાદમાં દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન કરવામાં આવે છે. લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો આ પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.આ ઉદઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે.

અમદાવાદમાં International Kite Festival-2025 નો શાનદાર પ્રારંભ કરાવતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - SATYA DAY

આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

11 જાન્યુઆરીથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025, આ હશે મુખ્ય આકર્ષણો

Related Posts

અમદાવાદ: અમિત શાહનાં હસ્તે 3 દિવસીય મિનીકુંભનો પ્રારંભ, ગુજરાતીઓને અપીલ કરતા કહ્યું- ‘ મહાકુંભમાં તો જરૂર જવું જોઈએ’

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ…

રણજી ટ્રોફી માટે અર્જુન તેંડુલકર તૈયાર, ધમાકેદાર કરી શકે છે એન્ટ્રી

ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button