ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રોહિત શર્મા બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોમાં 32 વિકેટ ઝડપી છે. આ ઓસ્ટ્રેલિયામાં કોઈ વિદેશી ફાસ્ટ બોલરનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહની કેપ્ટનશિપમાં પર્થમાં રમાયેલી આ સીરિઝની પહેલી મેચમાં જીત હાંસિલ કરી હતી.
સુનીલ ગાવસ્કરે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે (બુમરાહ) ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન હોઈ શકે છે. તે જવાબદારીઓની સાથે ટીમની કેપ્ટનશિપ પણ કરે છે, જેની છબી ખુબ જ સારી છે. તેમનામાં કેપ્ટનના ગુણ છે અને તે એવા વ્યક્તિ નથી કે તમારા પર બિનજરૂરી રૂપથી દબાણ બનાવે. ક્યારેય ક્યારેક તમારી પાસે એવા કેપ્ટન હોય છે જે તમારા પર ખુબ જ દબાણ નાંખે છે.સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું હતું કે, બુમરાહને જોઈને એવું લાગે છે કે, તે બીજા પાસેથી એવું જ ઈચ્છે છે જે તેનું કામ છે.
તેણે તે કામ કરવું જોઈએ જેના માટે તે રાષ્ટ્રીય ટીમમાં છે પરંતુ તેના માટે કોઈના પર દબાણ નાંખતો નથી.જસપ્રીત બુમરાહ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ફાસ્ટ બોલિંગનું આક્રમણની આગેવાની કરી રહ્યો છે, તેના માર્ગદર્શનતી મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓને એક ફાસ્ટ બોલરના રૂપમાં વિકસિત થવામાં મદદ કરે છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જસપ્રીત બુમરાહ મિક ઓફ, મિડ ઓન પર ઉભા રહે છે અને ફાસ્ટ બોલરો માટે તેમની હાજરી ફાયદાકારક રહે છે. તે બોલરો પાસેથી પોતાના વિચારો શેર કરવા માટે હંમેશાં તત્પર રહે છે.