બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન ખૂબ જ જલ્દી બોની કપૂરની ડાર્લિંગ ખુશી કપૂર સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નામ છે Lavayapa અને તે સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ એક આધુનિક યુગની રોમેન્ટિક ફિલ્મ છે જેનું લેટેસ્ટ ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતને વર્ષનું પ્રેમગીત ગણાવવામાં આવી રહ્યું છે. લવયાપાના બીટ્સ અને ગીતો સંપૂર્ણપણે યુવાનો અને જેન-ઝેડને અનુરૂપ છે.
-> આમિર ખાને એક ઈચ્છા કરી છે :- હવે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ ફિલ્મની રિલીઝને લઈને એક ખાસ શરત મૂકી છે. આમિર ખાને કહ્યું છે કે જો જુનૈદની બીજી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે તો તે સ્મોકિંગ છોડી દેશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, આમિર ખાને લવયાપાની સફળતા માટે પ્રાર્થના કરી છે. જો કે આ અંગે અભિનેતા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તે જે રીતે જુનૈદ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે તે જોઈને સ્પષ્ટપણે જણાય છે કે તે ફિલ્મને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે.
આમિર ખાને કહ્યું કે તેણે આ ફિલ્મ જોઈ છે અને તેને ખૂબ પસંદ આવી છે. આમિરે જણાવ્યું કે, ફિલ્મની વાર્તા આજના જીવન સાથે જોડાયેલી છે, જે રીતે લોકો પોતાના ફોનમાં મગ્ન રહે છે, ફિલ્મમાં કંઈક એવું જ બતાવવામાં આવ્યું છે. ટેક્નોલોજીના કારણે જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે તે ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. અભિનેતાએ કહ્યું કે તેણે ખુશી કપૂરમાં શ્રીદેવીની ઝલક જોઈ. તમામ કલાકારોએ સારું કામ કર્યું છે
-> શ્રીદેવીની એક ઝલક ખુશીમાં જોવા મળી – આમિર :- આમિરે આગળ કહ્યું, ‘જ્યારે મેં ફિલ્મ જોઈ અને ખુશીને જોઈ ત્યારે મને લાગ્યું કે હું શ્રીદેવીને જોઈ રહ્યો છું. તેણીની ઉર્જા ખૂબ સારી છે અને હું શ્રીદેવીનો મોટો ચાહક છું, જેનું નિર્દેશન લાલ સિંહ ચડ્ડા ફેમ અદ્વૈત ચંદન કરે છે. આ ફિલ્મ વેલેન્ટાઈન વીકની શરૂઆતમાં 7 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.