B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’ મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી .
તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા મેગી આવી ઘણા પ્રકારની વાનગી બનાવી વાનગી મેળાને ખૂબ જ સુંદર બનાવ્યો હતો.