અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે 10.24 મીટર હાઈટ તથા 10.84 મીટર ત્રિજ્યાવાળા બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યુ છે.
અગાઉ આ રેકોર્ડ UAE સ્થિત એલ- એઇન પાસે હતો. જેને ગત વર્ષે 18 જાન્યુઆરી 2024ના રોજ 7.7મીટર ફુલના બુકે માટે આપવામા આવ્યો હતો.ગિનિસ બુકની ટીમ દ્વારા આપવામાં આવેલા એવોર્ડને ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન સહીતના મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા સ્વિકારવામાં આવ્યો હતો.
ગત વર્ષે આયોજીત કરવામાં આવેલા ફ્લાવર શૉમાં સૌથી લાંબી 221 મીટર ફ્લાવર વોલ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શૉમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકને લઈ સિદ્ધિ મળી છે. જેમાં ચીનની સૌથી લાંબી દિવાલનો રેકોર્ડ તોડીને પોતાને નામ કર્યો હતો.