ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા

–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે :-

 

ગુજરાતના ગ્રામીણ ઘરો હવે બનશે 'સ્માર્ટ હોમ્સ', ફોરેનના ઘરો પણ લાગશે ફિકા | gujarat govt smart homes project villagers will get modern facilities - Gujarat Samachar

 

–> હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત :-

 

These six Gujarat villages can give modern facilities give cities a complex!

 

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને ‘સ્માર્ટ હોમ્સ’ માં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે.

 

–>25,000 ફાઇબર ટુ હોમ જોડાણ:–

 

Gandhinagar: ગુજરાતના ગ્રામીણ ઘરો હવે બનશે સ્માર્ટ હોમ્સ, અંદાજિત 25000 ફાઇબર ટુ હોમ જોડાણ આપાશે

 

વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ સેવા, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે હેતુથી, વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે.

 

PM Modi to launch three major projects including Kisan Suryodaya Yojana in Gujarat today

 

આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ઓનલાઇન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘરબેઠા જ ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’ રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકાશે.

 

–>ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે ચાર નવી પહેલો:–

 

ગુજરાતમાં ગામડાના ઘરો હવે બનશે 'સ્માર્ટ હોમ્સ', જાણો શું શું સુવિધાઓ અપાશે

 

રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળના ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા ચાર નવી પરિવર્તનકારી પહેલો ગયા મહિને 25 ડિસેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પહેલોમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઈબર-ટુ-ફેમિલી) પહેલ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી – ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ પહેલ, ફાઈબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ’ પહેલ, તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીની પહેલનો સમાવેશ થાય છે. આ પહેલો હેઠળ, રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ઇ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

 

Digital India Campaign In Gujarat: ગુજરાતના ગામડાઓમાં નવી ક્રાંતિ, હવે દરેક ઘર બનશે 'સ્માર્ટ હોમ' - SATYA DAY

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સ્ટેટ લેડ મોડેલ અંતર્ગત ભારતનેટ ફેઝ-૩ (અમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ) માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા પસંદ કરવામાં આવેલું પ્રથમ રાજ્ય છે, જેના અંતર્ગત મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન (MoC) પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર થયેલ છે. ગુજરાત રાજ્ય ભારતનેટ ફેઝ-૨ પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહેલ છે, આ સાથે ભારતનેટ ફેઝ-૩માં પણ અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ છે. ઉપરોક્ત ચાર પરિવર્તનકારી પહેલ થકી આગામી સમયમાં ગુજરાત સરકાર કનેક્ટેડ ગવર્મેન્ટ, કનેક્ટેડ સિટિઝન્સ, કનેક્ટેડ કમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસનો લક્ષ્યાંક સાકાર કરશે. ગ્રામીણ સમુદાયોના સશક્તિકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે જે વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.

Related Posts

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

મહારાષ્ટ્રમાં આગની અફવાથી પુષ્પક એક્સપ્રેસમાંથી મુસાફરો કૂદી પડ્યા, કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા, 8ના મોત

B INDIA મહારાષ્ટ્ર:પાચોરાના પરધાડે સ્ટેશન પાસે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતા અફડાતફડી મચી ગઈ હતી. મુસાફરોએ સાંકળ ખેંચી અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ પછી, મુસાફરો બીજા ટ્રેક પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Call Now Button