રાજકોટમાં શિક્ષણજગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વાછક પર બેડી ગામે શિક્ષકે વિદ્યાર્થિઓની છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષક વિદ્યાર્થીનિઓ સામે અર્ધનગ્ન થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
-> લંપટ શિક્ષક કમલેશ અમૃતિયા સામે ફરિયાદ :- રાજકોટના બેડી ગામમાં આવેલી સરકારી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિઓની લંપટ શિક્ષકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કમલેશ અમૃતિયા નામના શિક્ષકે ધોરણ 5 અને 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સરકારી શાળાના શિક્ષક કમલેશ અમૃતિયા વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો દેખાડતો હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ શિક્ષક પર વિદ્યાર્થિનીઓ સામે અર્ધનગ્ન થઈને ચેનચાળા કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઘટના મામલે શાળાની 10 વિદ્યાર્થિનીના વાલીએ લંપટ શિક્ષક વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે પણ જલ્દી તપાસ હાથ ધરી છે.