બિહારની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. પટના પોલીસે સવારે પ્રશાંત કિશોરની ગાંધી મેદાનમાંથી ધરપકડ કરી છે. પોલીસ તેમને લઇને એમ્સ પહોંચી હતી. જ્યાં પ્રશાંત કિશોરે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો હતો..એમ્સની બહાર મોટી સંખ્યામાં પ્રશાંત કિશોરના સમર્થકો ઉમટ્યા હતા, પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.. થોડા સમય પછી પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ પીકેની ધરપકડને લઈને નિવેદનબાજી તેજ થઇ ગઇ છે.પ્રશાંત કિશોરની ધરપકડને લઈને JDU MLC નીરજ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પીકેને ડ્રામેબાજ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે વહીવટીતંત્રની અપીલ ન માનીને હઠ પર ચઢેલા પીકે આંદોલન ચલાવી રહ્યા હતા.
-> પીકે પોલિટિકલ ડ્રામા કરી રહ્યા છે :- જેડીયુ એમએલસી નીરજકુમારે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ગાંધી મેદાનમાં હાઈકોર્ટના નિર્દેશનો સતત અનાદર કરી રહ્યા હતા. વહીવટીતંત્ર આગ્રહ કરી રહ્યું હતું પરંતુ તેઓ જીદ પર અડ્યા રહ્યા હતા..
-> પીકે પોતાનો રાજકીય ચહેરો ચમકાવવા માંગે છે :- નીરજ કુમારે કહ્યું કે પીકે માત્ર પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને બિહારના લોકો જાણે છે કે અત્યંત પછાત વર્ગની આંગણવાડી કાર્યકરનો પુત્ર આજે BPSCનો ટોપર બન્યો છે, તો તે માત્ર પરીક્ષામાં પારદર્શિતાના કારણે જ શક્ય બન્યું છે. તેમણે પ્રશાંત કિશોર પર નિશાન સાધતા કહ્યું કે કંપની ચલાવવી અલગ બાબત છે અને રાજનીતિ કરવી અલગ બાબત છે. રાજકારણ એ તમારી ક્ષમતા બહારની વસ્તુ છે. કારણ કે તમે વેનિટી વાનમાં રહેતા લોકો છો. આવા આરામદાયક જીવન ધરાવતા લોકો છો, જનતા આવા લોકોને પસંદ નથી કરતી અને નવી પેઢી જાણે છે અને ઓળખે છે કે તમારે માત્ર રાજકારણમાં ચમકવું છે.