B INDIA SURAT — મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ફાસો ખાઈ આપઘાત કરી લેતા માતા-પિતા શોકમાં ગરકાવ —
- સુરત: મોબાઈલ બાબતે ઠપકો આપતા આપઘાત
- ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત
- પાંડેસરામાં રહેલી વર્ષા નામની વિદ્યાર્થીનીનો આપઘાત
- વિધાર્થીનીને મોબાઈલની લત લાગી જતાં અપાયો હતો ઠપકો
- માતાએ વિધાર્થી પાસેથી મોબાઈલ છીનવી ઠપકો આપ્યો હતો
- માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી
- પોલીસે વિદ્યાર્થીનીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહિ હાથ ધરી
–>મોબાઇલને કારણે જીવ ગયો–
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આપઘાતની ચોંકાવનારી ઘટના આવી સામે. ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને મોબાઈલની લતે ચડેલી દીકરીને ઠપકો આપતા દીકરીએ ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયુ . હાલ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા નિશા પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી અને મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈને માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.મૃતકનાં પિતા રાજન પ્રસાદ મિલમાં લેબર કોન્ટ્રાકટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા. બે દીકરીઓમાં વર્ષા મોટી દીકરી હતી. ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. વધુ એક લાલબતી સમાન ઘટના બન્યા બાદ મૃતક દિકરીનાં પરિજનોએ જણાવ્યું કે દીકરી એકદમ સરળ સ્વભાવની હતી. તે દરરોજ સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ જ જતી આવતી હતી. તેને કોઈપણ પ્રકારનો તણાવ પણ ન હોતો. ઘરના લોકો પણ તેને સારી રીતે રાખતા હતા. કોઈએ તેને માર્યું હોય એવું પણ નથી. તેને ફક્ત મોબાઈલ વધુ પડતો વાપરવાની આદત પડી હતી. સાંજે તેની માતા શાકભાજી લેવા જઈ રહી હતી ત્યારે મોબાઈલ લઈને ચાલી ગઈ. આ પછી દિકરીએ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો.
–> શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી પ્રતિક્રિયા:-
તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે.