GUJARAT ACCIDENT NEWS B INDIA : અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ હતી, એમાં સવાર આશરે 20 મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે 4થી 5 લોકોને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા.
- અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને અકસ્માત નડ્યો
- દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ
- સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી
- આશરે 20 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ
- 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા
એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી ગોલાઇ પાસે અકસ્માતની ઘટના બની હતી. કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.ળતી માહિતી અનુસાર અમદાવાદના રખિયાલના 56 જેટલા રહેવાસીઓ બસમાં સવાર હતા. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા બસે પલટી હતી. જો કે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
–> તો બીજી બાજુ સુરતથી ઉદયપુર જતી બસમાં અચાનક આગ લાગી:-
- સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલટેક્ષ પાસેની ઘટના
- વહેલી સવારે ખાનગી બસમાં આગ લાગી
- ટ્રાફિક પોલીસ દ્રારા બસમાં બેઠેલા 40 મુસાફરોનો બચાવ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે આજે સવારે સુરતથી ઉદેપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી. પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ લાગતાં 40 મુસાફરનો બચાવ થયો હતો. જ્યારે સરસમાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે આવીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.