ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબીનેટની બેઠક મળી જેમાં બનાસકાંઠાનાં જિલ્લાનાં વિભાજન અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે.
હવે રાજ્યમાં 33ની જગ્યાએ 34 જિલ્લા:
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનવાને લાયક હોવાનો રિપોર્ટ ગુજરાત સરકારને મોકલ્યો હતો.હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લા વિભાજનનું સાંજ સુધીમાં નોટિફિકેશન જાહેર થશે. નોટિફિકેશન બહાર પડતા રાજ્યમાં 34મો જિલ્લો અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાના વડુ મથક અને નામ સાંજ સુધીમાં જાહેર કરાશે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે નવો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે