B India અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મંડલ પ્રમુખ પદ માટે અને બાયડ શહેર પ્રમુખ માટે બીજેપી દ્વારા નિમાયેલા ચૂંટણી અધિકારી ચૌધરી ફલજીભાઈની નિમણૂક કરવામાં આવેલ હતી તા. 18.12.2024ના રોજ સવારે 11 : 00 કલાકના આસપાસ માલપુર અને સાંજના 4.30 કલાકે બાયડ તાલુકાના તમામ બુથ પ્રમખો બાયડ સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા લેવા માટે પાર્ટી દ્વારા દરેક બુથ પ્રમુખોને હાજર રહેવા ટેલિફોનિક જાણ કરવામાં આવી. હતી જેના અનુસંધાને મોટી સંખ્યા માં બુથ પ્રમુખો હજાર રહેલ હતા. તથા પાર્ટી ના કાર્યકરો, સિનિયર હોદ્દેદારો તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
તેવા સમયે સર્કિટ હાઉસમાં બગીચામાં તમામ બુથ પ્રમુખોને ભેગા કરેલ હતા. ત્યાં પાર્ટીના ઉપસ્થિત ચૂંટણી અધિકારી તથા અન્ય અધિકારીઓ હાજર હતા. તે દરમિયાન ફલજી અધિકારી જાહેર મંચસ્થ ઊભા થઈને બીજેપી પાર્ટીની નક્કી કરાયેલ ગાઇડલાઇન મુજબ ઉંમર ના સ્લેબ 40 વર્ષ કરતા વધુ પ્રમુખ પદ માટે અથવા દાવેદારી માટેની નક્કી કરવામાં આવેલ હોય છતાં પણ ચૂંટણી અધિકારી પોતે તેમને તૈયાર કરેલ સંભવિત ઉમેદવારોની નામાવલી જાહેરમાં વાંચી સંભળાવું હતી. તેમાં 40 વર્ષ કરતા વધુ ઉંમર પ્રમુખની જણાઈ આવેલ હતી.તો ચૂંટણી પંચ જોગવાઇઓ અનુસાર પાર્ટીની ગાઇડ લાઇન વિરુદ્ધ ચૂંટણી અધિકારીએ વ્હાલા દવલા ની નીતિ અપનાવી આપખુદ શાહી વાપરી!?
અન્ય વધુ ઉંમરના પ્રમુખ પદના દાવેદારોને વધુ ઉંમરના કારણેન બાકાત રાખવામાં આવેલ હતા. તો શું આ ખોટો નિર્ણય હોય શકે અરવલ્લી જિલ્લાની રાજકીય પ્રયોગ શાળા ગણાતી બાયડ તાલુકા તથા માલપુર સીટ પર વધુ ઉંમર પ્રમુખ દાવેદારોને ચૂંટણી અધિકારી દ્વારા સાઇડ માં કરતા તમામ યુવાનો, વડીલો તથા કાર્યકરોમાં પાર્ટી વિરુદ્ધ કચવાટ સાથે મોટો રોષ ફાટી નીકળ્યો છે. તો શું આવનારી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બીજેપી ને શું મોટું નુકશાન થશે? અને ગુજરાતમાં શું રાજકીય મોટો વાદવિવાદ ને લઈને મોટો ભૂંકપ સર્જાશે?
શું પાર્ટીની ગાઇડલાઈન પ્રમાણે ૪૦ વર્ષ કરતા વધુ ઉંમરના કાર્યકરો સિનિયર હોદ્દેદારો, વડીલોના આશીર્વાદ લઈ શું બાકીની રહેલ જીવનમાં પાર્ટીથી વિમુખ થઈને આરામ ફરમાવશે? ૪૦ વર્ષની ચોપાટથી ભાજપના સિનિયરો કાર્યકર્તાઓની ટોળીમાં મોઢું વકાસવા જેવી પારિસ્થિતિ ઊભી થઈ છે.ગુજરાત ભરમાં વર્ષોથી અથાક કામ કરતા કાર્યકર્તાઓ ને છેલ્લે અંગૂઠો દેખાતા કાર્યકર્તાઓ રસ્તો બદલે તો બીજેપી માટે ભયંકર ભડકો થાય તેવી વકી સમગ્ર ગુજરાતમાં દેખાય રહી છે.તો કેટલીક તરફ આ જ્વાળા જ્વાળામુખી બને તો કેટલાક હોદ્દેદારો પાર્ટી આગળ રોષનો ભોગ પણ બની શકે છે.