“વધુ સ્પિન નહોતું, પણ પેસરો સામે રમવું મુશ્કેલ હતું” – SRHની હાર બાદ પેટ કમિન્સનો સ્વીકાર

IPL 2025ની ટક્કરમાં ગુજરાત ટાઇટન્સ સામે મળેલી સાત વિકેટની હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે ટીમના 152 રનના ટાર્ગેટને બચાવવું મુશ્કેલ બન્યું, ખાસ કરીને GTના પેસર્સ સામે બેટિંગ કરવી પડકારજનક હતી.

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં SRH પ્રથમ બેટિંગ કરતી 20 ઓવરમાં 152/8 પર અટકી ગઈ. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે 17 રનમાં 4 વિકેટ ઝડપી ને કારકિર્દીનો શ્રેષ્ઠ IPL સ્પેલ કર્યો. જયારે પ્રસિદ્ધ કૃષ્ણ અને રાશિદ ખાને પણ 2-2 વિકેટ ઝડપીને SRHની ઈનિંગ પર બ્રેક લગાવી દીધો.

SRH તરફથી નીતિશ રેડ્ડીએ 31 રન અને પેટ કમિન્સે 9 બોલમાં અણનમ 22 રન (3 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવતાં સ્કોરને 150 પાર પહોંચાડ્યો.હાર બાદ કમિન્સે કહ્યું, “હૈદરાબાદની વિકેટ હંમેશા કંઈક પડકારજનક હોય છે. થોડી પાતળી વિકેટ અને ઓછી સ્પિન હતી, પણ ઝાકળને કારણે પણ અસર પડી. GTના પેસર્સ સામે રમવું ખાસ કરીને મુશ્કેલ રહ્યું.”

આ પણ વાંચો:- IPLમાં નિવૃત્તિ અંગે ધોનીએ તોડ્યું મૌન, અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ

જવાબમાં, GTના કૅપ્ટન શુભમન ગિલે અણનમ 61 રન, વોશિંગટન સુંદરના 49 અને શેરફેન રધરફોર્ડના અણનમ 35 રનની મદદથી ટીમને 20 બોલ બાકી રહી વિજય અપાવ્યો.ટાઇટન્સ માટે ડેબ્યૂ કરનાર વોશિંગટન સુંદર ખુશ જણાયો. તેણે કહ્યું, “મને સુકાનીએ સલાહ આપી કે મારી ઈનિંગ લાંબી ખેંચીશ. મેચના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું રમત પૂરી કરવા માંગતો હતો. હૈદરાબાદમાં 160-170 રનના પીછા કરવી સરળ રહે છે એ હું જાણતો હતો.”

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *