મહાકુંભમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ NGTને સુપ્રત કરાયો

સોમવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલ દ્વારા રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક ‘ફેકલ કોલિફોર્મ’ ની સ્વીકાર્ય મર્યાદા પ્રતિ ૧૦૦ મિલી ૨,૫૦૦ યુનિટ છે. પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર NGTના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ,

ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ સેન્થિલ વેલની બેન્ચ સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં ચોક્કસ બિન-પાલન અથવા ઉલ્લંઘનો દર્શાવવામાં આવ્યા હતા.અહેવાલમાં જણાવાયું છે કે, ‘વિવિધ પ્રસંગોએ તમામ દેખરેખ સ્થળોએ ગંદા પાણી ‘ફેકલ કોલિફોર્મ’ ના સંદર્ભમાં નદીના પાણીની ગુણવત્તા સ્નાન માટે પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નહોતી.’ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન,

મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે. બેન્ચે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ વ્યાપક કાર્યવાહી અહેવાલ દાખલ કરવા માટે NGTના અગાઉના નિર્દેશનું પાલન કર્યું નથી. NGTએ જણાવ્યું હતું કે UPPCB એ ફક્ત કેટલાક પાણી પરીક્ષણ અહેવાલો સાથે પત્ર દાખલ કર્યો હતો.

-> NGTએ એક દિવસનો સમય આપ્યો :- બેન્ચે કહ્યું, ‘UPPCBની સેન્ટ્રલ લેબોરેટરીના ઇન્ચાર્જ દ્વારા મોકલવામાં આવેલા 28 જાન્યુઆરીના પત્ર સાથે જોડાયેલા દસ્તાવેજોની સમીક્ષા કરતાં, એવું પણ જણાય છે કે વિવિધ સ્થળોએ ગંદા પાણીનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે.’ NGT એ ઉત્તર પ્રદેશ રાજ્યના વકીલને રિપોર્ટ વાંચવા અને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે બેન્ચે કહ્યું, ‘પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં પાણીની ગુણવત્તા જાળવવા માટે જવાબદાર સભ્ય સચિવ, યુપીપીસીબી અને સંબંધિત રાજ્ય સત્તામંડળને 19 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણીમાં ડિજિટલી હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવે છે.’

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *