પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ @X પર “આસ્ક મી એનિથિંગ” સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તેણીએ તેના આગામી પ્રોજેક્ટ્સ, રાજકારણ અને IPL ટીમ પંજાબ કિંગ્સ વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કંગના રનૌત, એઆઈ અને સોશિયલ મીડિયા સંબંધિત અન્ય વિષયો વિશે પણ વાત કરી. તે જ સમયે, એક યુઝરે પૂછ્યું કે, તમે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ક્યારે દાખલ કરી રહ્યા છો? અભિનેત્રીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને એક ટ્વિટ શેર કર્યું.
પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, મને આશ્ચર્ય થાય છે કે ભારતમાં સોશિયલ મીડિયા કેટલું ટોક્સિક બની ગયું છે અને દરેક ટિપ્પણીને રાજકીય ત્રાજવા પર કેવી રીતે તોલવામાં આવે છે ? હું રાજકારણી નથી કે મને રાજકારણમાં કોઈ રસ નથી, પરંતુ એક સામાન્ય માણસ તરીકે, મને આ ખૂબ જ પરેશાન કરે છે. તેમ છતાં, હું એટલી નાજુક કે સરળતાથી પ્રભાવિત વ્યક્તિ પણ નથી કે કોઈ મને ડરાવવાનો પ્રયાસ કરી શકે. તેથી, જો કોઈ પ્રયાસ કરશે, તો તેને મોટો આંચકો લાગશે.
આ પણ વાંચો : ગોવિંદા: શું ગોવિંદાના છૂટાછેડાની અફવાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજાએ પહેલી વાર મૌન તોડ્યું, ‘ગેરસમજ’ બની કારણ
અન્ય એક ટ્વિટમાં, અભિનેત્રીએ લખ્યું, “મને નથી લાગતું કે કોઈને આ રીતે બદનામ કરવું યોગ્ય છે, કારણ કે તે બીજા કોઈના કાર્યો માટે જવાબદાર નથી. હું સમસ્યાઓ અથવા મુદ્દાઓને સીધા હેન્ડલ કરવામાં માનું છું, પ્રોક્સી યુદ્ધો દ્વારા નહીં. મને રાહુલ ગાંધી સાથે પણ કોઈ સમસ્યા નથી, તેથી તેમને શાંતિથી રહેવા દો અને હું પણ શાંતિથી રહીશ.
બીજા એક યુઝરે કહ્યુ”તમે ખરેખર એક સૈનિક છો પ્રીતિ!! તમને સલામ!! જો તમારી રાજકારણમાં જોડાવાની કોઈ યોજના છે તો હું ખૂબ જ ઉત્સાહિત છું?” જવાબમાં પ્રિતીએ કહ્યું “ના! હું રાજકારણમાં નહીં જોડાઉં વર્ષોથી, વિવિધ રાજકીય પક્ષોએ મને ટિકિટ અને રાજ્યસભાની બેઠકોની ઓફર કરી છે, પરંતુ મેં નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો છે કારણ કે હું તે ઇચ્છતી નથી. મને સૈનિક કહેવું સંપૂર્ણપણે ખોટું નથી કારણ કે હું એક સૈનિકની પુત્રી અને સૈનિકની બહેન છું. અમે ઉત્તર ભારતીયો કે દક્ષિણ ભારતીયો કે હિમાચલીઓ કે બંગાળીઓ વગેરે નથી. અમે ફક્ત ભારતીયો છીએ અને હા, દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ અમારા લોહીમાં છે.
Follow us On Social Media
🔔 YouTube: [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram: [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website: [ https://bindia.co/ ]
TWITTER: https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








