દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી કાપનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી સતત વીજળી કાપ થઈ રહ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભાજપ દિલ્હી માટે આફત બની ગઈ છે, સત્તામાં આવતાની સાથે જ લાંબા વીજકાપ શરૂ થઈ ગયા.” આતિશીએ કહ્યું, “છેલ્લા 3 દિવસથી દિલ્હીના વિવિધ ભાગોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી રહી છે. લાંબા વીજકાપની ફરિયાદો મળી છે. આ ફરિયાદ ફક્ત એક જ વિસ્તારમાંથી નહીં પરંતુ ઘણા વિસ્તારોમાંથી આવી રહી છે. આતિશીએ ક્હ્યું ત્રણ દિવસમાં પાવર સેક્ટરનો ઘટાડો દર્શાવે છે કે અગાઉ AAP સરકાર દરરોજ અને દર કલાકે વીજ ક્ષેત્રનું સતત નિરીક્ષણ કરતી હતી અને આવી સમસ્યાઓ ક્યારેય ઊભી થઈ ન હતી.
-> આ વિસ્તારોમાં વીજકાપનો દાવો :- તેમણે કહ્યું, “9 ફેબ્રુઆરીના રોજ સૈનિક એન્ક્લેવ મોહન ગાર્ડનમાં ચાર કલાક માટે વીજળી ગુલ થઈ ગઈ હતી. આખી રાત સનલાઇટ કોલોની આશ્રમમાં વીજળી નહોતી. રાધેપુરમાં બે કલાક વીજળી નહોતી. વિકાસપુરીમાં ચાર કલાક વીજળી ગુલ રહી.કાર્યકારી મુખ્યમંત્રીએ કહ્યું, “લોકોને ઇન્વર્ટર ખરીદવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. લોકોએ કહ્યું કે અમને ખ્યાલ આવ્યો કે ભાજપ સરકાર બનાવીને ભૂલ થઈ ગઈ.આતિશીએ કહ્યું અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે, જ્યારે એસી અને કુલર કામ કરતા નથી, કલ્પના કરો કે મે-જૂનમાં શું થશે, જ્યારે ટોચની માંગ 8500 મેગાવોટથી વધુ થઈ જશે. ભાજપને સરકાર કેવી રીતે ચલાવવી તે ખબર નથી. દુઃખદ વાત છે કે ચૂંટણી જીત્યા પછી, ભાજપ દિલ્હીને યુપીમાં ફેરવવા માંગે છે,
જ્યાં ઘણા કલાકો સુધી વીજળી ગુલ રહે છે. કાર્યકારી મુખ્યમંત્રી તરીકે, તેઓ પોતે પગલાં કેમ નથી લઈ રહ્યા? આ પ્રશ્ન પર આતિશીએ કહ્યું કે 8મી તારીખે મતગણતરી બાદથી મંત્રીઓની ઓફિસોને તાળા મારવાનો અને તેમને કોઈ ફાઈલો ન જોવા દેવાનો આદેશ આવ્યો હતો. ભાજપ 8મી તારીખથી જ સરકાર ચલાવી રહી છે.આપને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી 70 માંથી ફક્ત 22 બેઠકો જીતી શકી. જ્યારે ભાજપે 48 બેઠકો જીતી હતી. હવે આપણે સરકારની રચનાની રાહ જોઈ રહ્યા છીએ.








