વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ને લઈને વધુ એક વિવાદ ગરમાયો છે, બીજી તરફ, આ ફિલ્મને દર્શકો તરફથી એટલો બધો પ્રેમ મળ્યો છે કે તે આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે 500 કરોડ રૂપિયાનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ દરમિયાન, સંસદમાં ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજાવાનું છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. અહેવાલો અનુસાર, 27 માર્ચે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘છાવા’નું ખાસ સ્ક્રીનિંગ યોજાશે અને પીએમ મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ વિકી કૌશલની ફિલ્મ સાથે જોશે.
આ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અન્ય મંત્રીઓ હાજર રહેશે. આ સ્ક્રીનિંગમાં ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્રૂ, જેમાં ફિલ્મમાં સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્કી કૌશલનો પણ સમાવેશ થાય છે, તે પણ હાજર રહેશે.
–> પીએમ મોદીએ ‘છાવા’ની પ્રશંસા કરી :- તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ‘છાવા’ના વખાણ કર્યા હતા. દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધતા તેમણે કહ્યું, “આજકાલ ‘છાવા’ ધૂમ મચાવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મોની સાથે હિન્દી સિનેમાને પણ ઊંચાઈ આપી છે.” આ દરમિયાન, દેશમાં ઔરંગઝેબ અને તેમની કબર અંગેનો વિવાદ પણ ગરમાયો છે.
–> ‘છાવા’એ 500 કરોડનો આંકડો પાર કર્યો છે:- બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ‘છાવા’ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને 40 દિવસ થઈ ગયા છે અને તેણે ભારતમાં 597.66 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેનાથી બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બન્યા છે. આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ છે.








