અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તે જ સમયે, ચીનથી થતી આયાત પર વધારાના 10% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કિંગ ચાર્લ્સ III ને મળ્યા, જેમાં તેમણે કેનેડાની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા અંગે ચર્ચા કરી.
આ પણ વાંચો :- આવતીકાલથી કેનેડા-મેક્સિકો પર ટેરીફનો ટ્રમ્પનો નિર્ણય થશે લાગુ, દરને લઇને અંતિમ નિર્ણય બાકી
આ બેઠક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાનું સૂચન કર્યા બાદ થઈ રહી છે, જેને કેનેડાએ સખત રીતે નકારી કાઢ્યું છે. રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાની વાત કરી ચૂક્યા છે. કેનેડાના રાજ્યના વડા તરીકે પણ સેવા આપતા કિંગ ચાર્લ્સે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
સોશિયલ મીડિયા પર શેર કરેલ ફોટો :- મંગળવારે ક્રિસમસના દિવસે ટ્રુડોએ બ્રિટિશ રાજા સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો. તેમણે લખ્યું “હું આજે સવારે મહામહિમ રાજા ચાર્લ્સ ત્રીજાને મળ્યો, અમે કેનેડિયનો માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી – સૌથી અગત્યનું, કેનેડાનું સાર્વભૌમ અને સ્વતંત્ર ભવિષ્ય.” બેઠક દરમિયાન, ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સાર્વભૌમત્વનું રક્ષણ તેમની પ્રાથમિકતા છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન નાગરિકો માટે તેમની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાના રક્ષણ કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
આ પણ વાંચો :- ઝેલેન્સ્કીએ વીડિયો સંદેશ બહાર પાડી કહ્યું ‘એવો કોઇ દિવસ નહોતો જ્યારે અમેરિકા પ્રત્યે આભાર વ્યક્ત ન કર્યો હોય’
કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફ :- ટ્રમ્પ વહીવટીતંત્રે કેનેડા અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર 25% ટેરિફની જાહેરાત કરી છે, જેનું કારણ તેમણે અમેરિકામાં ડ્રગની દાણચોરી ગણાવી છે. આ ટેરિફ મંગળવારથી અમલમાં આવશે. ટ્રમ્પના પ્રસ્તાવની કેનેડાના તમામ રાજકીય પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી છે, અને કેનેડિયન નાગરિકો દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્યો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






