આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ નિર્ણય લીધો છે. જેથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ખેડૂતોને માલ વેચાણ માટે યાર્ડમાં ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.આજે યાર્ડમાં 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા. યાર્ડમાં આજે કઈ કઈ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને કેટલો ભાવ મળ્યો હતો તે અહીં જાણીએ.
–> કપાસની આવક:- માર્કેટ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ 1330 થી 1484 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા, જે ખેડૂતો માટે સારી ખુશીનો વિષય રહ્યો છે.
–> વટાણાની આવક:- વટાણાની આવકમાં પણ વધારો નોંધાયો છે. 500 ક્વિન્ટલ વટાણાની આવક થઈ છે. અને ખેડૂતોને 1230 થી 1730 રૂપિયા પ્રમાણે ભાવ મળ્યો હતો.
–> કાચી કેરીનું આગમન:- ગીરની પ્રસિદ્ધ ખાખડી કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થયું છે. 65 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ છે. અને ભાવ 700 થી 900 રૂપિયા જેટલો ખેડૂતોને મળ્યા હતા.
–> લીંબુનો ભાવ:- લીંબુના ભાવે ઉત્સાહ પકડ્યો છે. 307 ક્વિન્ટલ લીંબુની આવક સાથે ખેડૂતોને 1230 થી 2700 રૂપિયા પ્રમાણે ભાવ મળી રહ્યો છે.
–> શાકભાજીનો વેપાર:- શાકભાજી બજારમાં બટાકા અને ટામેટાનો વેપાર સૌથી વધુ નોંધાયો છે. 4500 ક્વિન્ટલ બટાકાની આવક સાથે ખેડૂતોને 130 થી 320 રૂપિયા પ્રમાણે ભાવ મળ્યો છે. ટામેટાની 1857 ક્વિન્ટલ આવક સાથે 100 થી 240 રૂપિયા ભાવ મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડ આસપાસના વિસ્તારોમાં પણ પ્રસિદ્ધ છે. મોરબી, સુરેન્દ્રનગર, હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક વેંચવા માટે રાજકોટ માર્કેટ યાર્ડ પર આવે છે. ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આ માર્કેટ યાર્ડ વધુ લોકપ્રિય બન્યો છે. આ ભાવ ખેડૂતો માટે આશાનો સંચાર કરે છે અને કૃષિ અર્થવ્યવસ્થાની સકારાત્મક પ્રગતિને પ્રદર્શિત કરે છે.






