અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોને લઈ વિવાદ થઇ રહ્યો છે. એક યુએસ નૌસેનાના વિમાનમાં ભારતીય નાગરિકો અમૃતસર પહોચ્યા હતા. જે પંજાબ, ગુજરાત અને હરિયાણા રાજ્યોથી છે. આ લોકો યુએસમાં લાંબા સમયથી રહી રહ્યા હતા. અને અમેરિકી કાયદાનું પાલન કરતાં હતાં.
આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ ભારતીયોને બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘુસણખોરો સાથે સરખાવવું યોગ્ય નથી. આ લોકો તેમની આવકને પોતાના વતનમાં મોકલતા અને ત્યાંના કાયદાઓને માનતા અને અમેરિકામાં શાંતિથી રહેતા હતાં.
નીતિન પટેલે વધુંમાં કહ્યું હતું કે, આ લોકો અમેરિકામાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા નહોતા. બાંગ્લાદેશથી આવતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સરખામણી સાથે આ ભારતીયોને આ રીતે નિંદા કરવી યોગ્ય નથી. તેમણે આવનારા લોકોને સહાનુભૂતિ સાથે સ્વીકૃત કરવાની જરૂરિયાત જણાવી હતી.
ઉલ્લેખનિય છે કે, અમેરિકાથી પરત આવનારમાં મહેસાણાના 12 લોકો છે. ગાંધીનગરના પણ 12 લોકોનો સમાવેશ થાય છે. તો સુરતના 4 અને અમદાવાદના 2 લોકો શામેલ છે. તો ખેડાના 1, વડોદરાના 1 અને પાટણના 1નો સમાવેશ થાય છે.






